Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાના નવા કેસોમાં આંશિક ઘટાડો; છેલ્લા 24 કલાકમાં નોંધાયા 8,013 નવા કેસ

Live TV

X
  • દેશભરમાં કોરોનાના કેસો અને સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં ગઈકાલે નોંધાયેલા નવા કેસોની સરખામણીએ આજે કોરોનાના નવા કેસોમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 8,013 નવા કેસ નોંધાયા છે. જેની સામે છેલ્લા 24 કલાકમાં 16,765 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે, તેમજ 119 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. દેશમાં હાલ સક્રિય કેસની સંખ્યા 1,02,601 એ પહોંચી છે. દેશભરમાં અત્યારસુધીમાં કુલ 4,23,07,686 દર્દીઓએ સફળતા પૂર્વક કોરોના મહામારીને મ્હાત આપી છે.

    કોરોના મહામારીના સંક્રમણમાં ઘટાડો લાવવામાં રસીકરણ અભિયાનનો મહત્વનો ફાળો રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જ દેશમાં  4,90,321 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 1,77,50,86,335 થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

    કોરોના ટેસ્ટિંગનો દર પણ હાલમાં વધારવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 7,23,828 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે અત્યારસુધીમાં કુલ 76,74,81,346 થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply