યુક્રેન સંકટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ઉચ્ચસ્તરીય બેઠક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેન મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી પરામર્શ કરશે. પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશથી પરત ફર્યા બાદ તરત જ આ બેઠક કરશે. દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને સરકારી ખર્ચે વતન લાવવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, સરકારે યુક્રેનના પડોશી દેશોની પરવાનગી સાથે તેના માટે ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
