આજે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચારનો છેલ્લો દિવસ
Live TV
-
11 એપ્રિલના રોજ 20 થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 91 સંસદીય ક્ષેત્રોમાં મતદાન થશે
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટેના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આ તબક્કામાં 20 થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં , 91 સંસદીય ક્ષેત્રોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન યોજાવાનું છે , તેમાં ઉત્તરાખંડ, તેલંગણા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ , તથા કેન્દ્ર શાસિત પ્રદેશ, અંડબાર - નિકોબાર દ્વિપ સમૂહ અને લક્ષ્ય દ્વિપનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં શાંતિથી અને સુરક્ષિત રીતે , મતદાન સંપૂર્ણ થાય , તે માટે ચૂંટણી પંચે પૂરતું આયોજન કર્યું છે. ઓડિશા વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પણ આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ઓડિશામાં પ્રથમ તબક્કાની વિધાનસભા ચૂંટણી 11 એપ્રિલના રોજ યોજાશે
