પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે ત્રણ રાજ્યોમાં ચૂંટણી રેલી
Live TV
-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે બિહાર અને આસામમાં ચૂંટણી રેલી કરશે
લોકસભાની ચૂંટણીની તારીખો નજીક આવતા ચૂંટણી પ્રચારમાં તેજી આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર, કર્ણાટક, અને તમિળનાડુમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રી મોદી પ્રથમ તો મહારાષ્ટ્રના લાતુરમાં રેલી કરશે. ત્યારબાદ તેઓ કર્ણાટકના ચિત્રદુર્ગ અને મૈસુરમાં પણ ચૂંટણી સભાને સંબોધન કરશે. તેમજ બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ આજે પૂરીમાં જગન્નાથ મંદિરથી બડાશાખા સુધી રોડ શો કરશે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે બિહાર અને આસામમાં ચૂંટણી રેલી કરશે.
