અમારો સંકલ્પપત્ર રાષ્ટ્રની સુરક્ષાનો પત્ર અને રાષ્ટ્રની સમૃદ્ધિનો પત્ર પણ છે: PM
Live TV
-
ભારતીય જનતા પક્ષે જાહેર કર્યો ,2019 લોકસભા ચૂંટણી માટે પોતાનો સંકલ્પપત્ર -પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સંકલ્પપત્ર બહુ આયામી. રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સુશાસન પર ભાર.અધ્યક્ષ અમિત શાહે કહ્યું, પ્રજાની આકાંક્ષાઓ પૂરી કરવા ભાજપ પ્રતિબદ્ધ.
ભારતીય જનતાપાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે સંકલ્પપત્ર જાહેર કર્યુ છે. "સંકલ્પિત ભારત, સશક્ત ભારત શિર્ષક હેઠળ જાહેર થયેલા સંકલ્પ પત્રમાં ખેડૂતો, યુવાનોને રોજગારી અને રાષ્ટ્રીય સુરક્ષા સહીતના મુદ્દાઓને આવરી લેવાયાં છે.
કોંગ્રેસે ભાજપના સંકલ્પપત્રને એક જ વ્યક્તિને નજરમાં રાખીને બનાવાયેલા હોવાનો કટાક્ષ કર્યો હતો. ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ રાજનાથસિંહે સંકલ્પ પત્ર જાહેર કરતા કહ્યું હતુંકેપાંચ વર્ષ સુધી સરકાર ચલાવ્યા બાદ ભાજપે આગામી પાંચ વર્ષ માટેનુ ભારત માટેનુ વિઝન દેશ સમક્ષ મુક્યુ છે.
પ્રધાનમંત્રીએ ભાજપના સંકલ્પપત્રને લઈને કહ્યું કે, 'અમારો સંકલ્પ પત્ર, સુશાસન પત્ર પણ છે. અમારો સંકલ્પ પત્ર રાષ્ટ્રની સુરક્ષાનો પત્ર પણ છે. અમારો સંકલ્પ પત્ર રાષ્ટ્રની સમૃદ્ધિનો પત્ર પણ છે.' રાજનાથસિંહે કહ્યુ હતુ કે, દેશની સુરક્ષા નીતિ પર ભાજપ બહુ સ્પષ્ટ છે કે આતંકવાદ પર પાર્ટીએ ઝીરો ટોલરન્સની નીતિ કાયમ અપનાવી છે. રામ મંદિર અંગે તેમણે કહયુ હતુ કે બહુ જલ્દી સૌહાદપૂર્ણ વાતાવરણમાં રામ મંદિરનુ નિર્માણ થશે.
ખેડૂતલક્ષી યોજના અંતર્ગત 60 વર્ષથી ધારે વયના નાના અને સિમાંત ખેડૂતોને સામાજિક સુરક્ષાના ભાગરુપે પેન્શન આપવામાં આવશે. ઉપરાંત કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હાલમાં માત્ર 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને જ પ્રતિ વર્ષ 6000 રુપિયા આર્થિક મદદ કરાય છે.ફરી ભાજપની સરકાર આવી તો નાના મોટા તમામ ખેડૂતોને આ મદદ અપાશે. વર્ષ 2022 સુધીમાં ગંગા નદી સંપૂર્ણપણે ચોખ્ખી કરવાનો સકલ્પ પણ દોહરાવાયો છે.
નાના દુકાનદારોને વડાપ્રધાન શ્રમયોગી માનધન યોજનામાં સમાવીને તેમને પણ પેન્શન અપાશે. શિક્ષણ માટે પણ વિવિધ યોજનાઓને સંકલ્પપત્રમાં આવરી લેવાઇ છે. 2024 સુધીમાં કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય જેવી 200 નવી સ્કૂલો ખોલાશે.
