Skip to main content
Settings Settings for Dark

આજે UP વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન, યોગી આદિત્યનાથે મતદાન કર્યું

Live TV

X
  • આજે ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 10 જિલ્લાની 57 સીટ પર મતદાન શરૂ થયું છે.

    આજે ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 10 જિલ્લાની 57 સીટ પર મતદાન શરૂ થયું છે. આ સીટોમાંથી ગોરખપુર સદર વિધાનસભાની સીટ પણ છે જેના પરથી પ્રથમ વખત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચૂંટણી લડી રહ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે પ્રથમ વોટ આપ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ અને ભાજપ છોડીને સપામાં ગયેલા સ્વામી પ્રસાદ મોર્યની વિધાનસભા સીટ પર આજે છઠ્ઠા તબક્કામાં મતદાન થશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ 57 સીટોમાંથી 46 સીટ જીતી હતી.

    57 સીટ પર યોજાઈ રહેલા છઠ્ઠા તબક્કાના મતદાનમાં ગોરખપુર, દેવરિયા, આંબેડકરનગર, બસ્તી, બલિયા, બલરામપુર, સંતકબીરનગર, કુશીનગર, મહારાજગંજ અને સિદ્ધાર્થનગરમાં મતદાન થશે. આ તબક્કામાં કટેહરી, ટાંડા, આલાપુર, જલાલપુર, અકબરપુર, તુલસીપુર, ગૈનસારી, ઉતરૌલા, બલરામપુર, શોહરતગઢ, કપિલવસ્તુ, બાંસી, ઈટવા અને ડુમરિયાગંજ વિધાનસભા સીટ પર પણ મતદાન થશે.

    આ વખતની વિધાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથ પહેલી વખત વિધાનસભા ચૂંટણી ગોરખપુર સદર સીટ પરથી લડી રહ્યાં છે. આ પહેલાં તેઓ લોકસભા સાંસદ રહ્યાં હતા. યુપીના મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથે વિધાનપરિષદનું સભ્ય મેળવ્યું હતું પરંતુ વિધાનસભાની ચૂંટણી નહોતી લડી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply