આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસે ઉપરાષ્ટ્રપતિએ મીડિયા કર્મીઓને શુભેચ્છા પાઠવી
Live TV
-
આજે 3જી મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે. ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ આ અવસરે સમગ્ર દેશના મીડિયા કર્મીઓને શુભેચ્છા પાઠવી હતી. ઉપરાષ્ટ્રપતિએ ટ્વિટના માધ્યમથી કહ્યું હતું કે પ્રેસ સ્વતંત્રતા દિવસે મીડિયા સાથે સંકળાયેલા ભાઇ-બહેનોને મારી શુભકામનાઓ. સ્વતંત્ર અને નિષ્પક્ષ મીડિયા એ લોકશાહીનો ચોથો સ્તંભ છે. મહામારીના આ સંકટ સમયમાં પત્રકારોએ યોદ્ધા તરીકે પ્રશંસનીય કાર્ય કર્યુ છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે દેશના પત્રકારોએ જોખમો ખેડીને દેશ સમક્ષ અવિરત અને પ્રામાણિક માહિતી પહોંચાડી છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ ટ્વિટના માધ્યમથી પત્રકારોને શુભેચ્છા પાઠવી હતી.
