AIIMS દ્વારા કોરોનાના દર્દીઓ માટે ગાઇડલાઇન જાહેર
Live TV
-
કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે, ત્યારે એઇમ્સ દ્વારા કોરોનાના દર્દીઓ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે, ત્યારે એઇમ્સ દ્વારા કોરોનાના દર્દીઓ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન પ્રમાણે, જે લોકો ઘરે જ આઇસોલેટ થયાં છે અને સતત 5 દિવસથી તાવ આવી રહ્યો હોય તેવા લોકોને બુડેસોનાઇડ ઇનહેલર ( budesonide inhaler) અથવા લિવોલીન ઇનહેલરનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે જે લોકોએ વેક્સિન લીધેલી છે અને કોવિડ રિપોર્ટ નેગિટિવ આવી રહ્યો છે તેવા દર્દીઓને ડોક્ટરના માર્ગદર્શન પ્રમાણે, HRCT રિપોર્ટ કરાવવાની સૂચના આપવામાં આવી છે. તો આ સાથે જ રેમડેસિવિરની અછત અને લોકોની દોડધામ વચ્ચે ડોક્ટરના માર્ગદર્શન મુજબ મેડ્રોલ સ્ટીરોઇડનો ઉપયોગ કરવાનું જણાવાયું છે.
