આજે વિશ્વ મહિલા દિવસની દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
Live TV
-
આજે વિશ્વ મહિલા દિવસની દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
આજે વિશ્વ મહિલા દિવસ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહિલાલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજ્યમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. વિશ્વની અનેક મહિલાઓએ એવી છે કે જેમને પોતાની આવડત થકી દુનિયામાં પોતાનું નામ કર્યું છે. ભારતની પણ અનેક મહિલાઓ પોતાની બહાદૂરી અને શક્તિ માટે જાણીતી છે. દેશની મહિલાઓએ અનેક ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. દેશની દીકરીઓએ હવા-પાણી અને આકાશ તમામ ક્ષેત્રોમાં કાંઠુ કાઢ્યું છે. સુનિતા વિલિયમ્સ હોય કે પછી ભારતીય સેનાની શેખા શર્મા. આ તમામ દીકરીઓ પર દેશને ગર્વ છે. આવી તો અનેક મહિલાઓ છે કે જે વિશ્વના સૌથી ઉંચામાં ઉચા હોદ્દા પર બિરાજિત થઈ છે. તો ગામડાની સાવ અભણ મહિલાઓ પણ પશુપાલન થકી લાખોની કમાણી કરે છે. ભારતની નારીઓએ પોતાના રાજ્યની સાથે ભારત દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે આજે વર્લ્ડ વુમનસ ડે પર દેશની મહિલાઓને દુરદર્શન પણ સો સો સલામ કરે છે.