કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારાની દરખાસ્તને મંજૂરી અપાઇ
Live TV
-
કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારાની દરખાસ્તને મંજૂરી અપાઇ
કેન્દ્ર કર્મચારીઓને માટે આનંદો. ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં, કેન્દ્રના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારાની દરખાસ્તને, મંજૂરી આપી દેવામાં આવી છે. હાલમાં 5 ટકા મોંઘવારી ભથ્થું મળે છે તેમાં 2 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી છે. આ ઈફેક્ટ, તારીખ 01.01.2018થી લાગુ થશે. આ નિર્ણયથી આશરે 48.41 લાખ કેન્દ્રીય કર્મચારીઓ સાથે 61.17 લાખ કેન્દ્રના પેન્શનરોને ફાયદો થશે. આ નિણર્ય સાતમમાં પગાર પંચની ભલામણના આધારે લેવામાં આવ્યો છે. આ ઉપરાંત યુપીએસસી અને મોરિશિયસની પબ્લિક સર્વિસ કમિશન વચ્ચે સમજૂતી કરાર પર સહી કરવામાં આવી છે. તો ફાન્સ સરકાર સાથે પર્યાવરણીય સંરક્ષણ, કુદરતી સ્રોતોના સંચાલન, આબોહવા પરિવર્તન અને વન્યજીવન સંરક્ષણ અંગે બંને દેશો વચ્ચે લાંબાગાળાનો સહકાર સ્થાપી શકાય તે આશયથી મેમોરેન્ડમ ને સહમતી આપવામાં આવી હતી.