આજે વીર બાળ દિવસની ઊજવણી, ગોવિંદસિંહના પુત્રોની શહાદતના પ્રતીક રૂપે આ દિવસની ઊજવણી
Live TV
-
ગુરુ ગોવિંદસિંહના પરિવારની આ મહાન શહાદતને ઈતિહાસની સૌથી મોટી શહાદત માનવામાં આવે છે.
આજે વીર બાળ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. 9 જાન્યુઆરી, 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પૂરબના દિવસે પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતના પ્રતીક રૂપે 26 ડિસેમ્બરને 'વીર બાળ દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
ઈતિહાસનું સૌથી મોટું બલિદાન
ગુરુ ગોવિંદસિંહના પરિવારની આ મહાન શહાદતને ઈતિહાસની સૌથી મોટી શહાદત માનવામાં આવે છે. અત્યાચારીઓ સામે ધર્મની રક્ષા કરવા માટે પ્રાણની આહુતિ આપવાની આ ઘટના મિસાલ બની ગઈ છે. સિખ નાનકશાહી કેલેન્ડર અનુસાર 20 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી શહીદ સપ્તાહ ઊજવવામાં આવે છે. ગુરુદ્વારાથી ઘર સુધી મોટા સ્તરે કીર્તન પાઠ કરવામાં આવે છે. આ દરમિયાન બાળકોને ગુરુસાહિબના પરિવારની શહાદત વિશે જણાવવામાં આવે છે.