રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 3 નવા અપરાધિક વિધેયક 2023ને આપી મંજૂરી
Live TV
-
નવા કાયદામાં મોબ લિંચિંગ માટે મૃત્યુ દંડની જોગવાઈ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષાસંહિતા અને ભારતીય સાક્ષ્ય વિધેયક 2023ને સ્વીકૃતિ આપી છે. સંસદે ગયા સપ્તાહે આપરાધિક ન્યાય સંબંધિત ત્રણ નવા બિલ પસાર કર્યા હતા. નવા અધિનિયમમાં પ્રથમ સૂચના રિપોર્ટ, કેસ ડાયરી, આરોપ પત્ર અને કોર્ટના નિર્ણય સુધીની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ બાનવવાની જોગવાઈ રહેલી છે.
નવા કાયદામાં મોબ લિંચિંગ માટે મૃત્યુ દંડની જોગવાઈ છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષાની અનેક જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતામાં સગીર કિશોરી સાથે દુષ્કર્મના અપરાધ માટે આજીવન કેદ અને મૃત્યુની સજાની જોગવાઈ છે. સામૂહિક દુષ્કર્મ મામલે 20 વર્ષની કેદ તથા મૃત્યુ પર્યંત કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા સપ્તાહે સંસદના બંને સદનમાં ભારતીય ન્યાય (દ્વિતીય) સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતી) સંહિતા, 2023 અને ભારતીય સાક્ષ્ય (દ્વિતી) વિધેયક, 2023 પર ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કર્યા હતા. સંસદે આ બિલને મંજૂરીઆપી હતી.