આજે શીખ સમુદાયના દસમાં ગુરુ ગોવિંદસિંહજીની જયંતીની ઉજવણી
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આ પ્રસંગે ગુરુને નમન કર્યા હતા. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે પહોંચી રહ્યા છે.
દેશ આજે શીખ સમુદાયના દસમા ગુરુ ગોવિંદસિંહજીની જયંતીની ઉજવણી કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આ પ્રસંગે ગુરુને નમન કર્યા હતા. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે પહોંચી રહ્યા છે. બિહારના પટના સાહિબમાં પણ કિર્તન થઈ રહ્યું છે. ગુરૂ ગોવિંદસિંહજીની જયંતી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક વીડિયો શેર કર્યો છે.
