આજે સંસદના બજેટ સત્રનો અંતિમ દિવસ, હોબાળો યથાવત
Live TV
-
સંસદના બન્ને ગૃહોમાં વિપક્ષ દ્વારા સતત થઈ રહેલા હોબાળાને કારણે બજેટ સત્રમાં કાર્યવાહી ન થઈ શકી. ત્યારે આજે સંસદના બજેટ સત્રનો અંતિમ દિવસ છે.
સંસદના બન્ને ગૃહોમાં વિપક્ષ દ્વારા સતત થઈ રહેલા હોબાળાને કારણે બજેટ સત્રમાં કાર્યવાહી ન થઈ શકી. ત્યારે આજે સંસદના બજેટ સત્રનો અંતિમ દિવસ છે. ગઈકાલે પણ 21મા દિવસે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થિગિત થઈ હતી. લોકસભા પહેલા 12 વાગ્યા સુધી અને ત્યારબાદ સમગ્ર દિવસ માટે સ્થગિત કરી દેવાઈ હતી. તો રાજ્યસભા પહેલા 2 વાગ્યા સુધી અને પછી સમગ્ર દિવસ માટે સ્થગિત કરાઈ હતી. કોંગ્રેસ, AIDMK સહિતના વિપક્ષી દળોએ પોતાની માંગણીઓને લઈ ગૃહમાં સતત ઉહાપોહ કર્યો હતો. જેના કારણે એક પણ દિવસ સારી રીતે ગૃહની કાર્યવાહી ચાલી શકી ન હતી. બીજી તરફ સતત બાધિત થઈ રહેલી કાર્યવાહીને કારણે ,દેશ માટે મહત્વપૂર્ણ ભ્રષ્ટાચાર નિવારણ બિલ 2013 પાસ થઈ શક્યું ન હતું. તો અન્ય પણ લોકહિતના નિર્ણયો લઈ શકાયા ન હતા. સરકારે આ માટે કોંગ્રેસ સહિતના વિપક્ષો પર આક્ષેપ લગાવ્યો હતો અને સંસદ ન ચાલવા દેવા બદલ વિપક્ષને જવાબદાર ઠેરવ્યો હતો.