આતંકવાદને નાથવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાને મજબૂત બનાવવો જોઇએ: સુષ્મા સ્વરાજ
Live TV
-
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે અજર બૈજાનના બાકુમાં જૂથ નિરપેક્ષ દેશોના મધ્યસત્ર ,મંત્રી સ્તરીય સંમેલનમાં જણાવ્યું હતું કે વિશ્વમાં શાંતિ અને સુરક્ષા માટે આતંકવાદ સૌથી મોટો પડકાર છે.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે અજર બૈજાનના બાકુમાં જૂથ નિરપેક્ષ દેશોના મધ્યસત્ર ,મંત્રી સ્તરીય સંમેલનમાં જણાવ્યું હતું કે વિશ્વમાં શાંતિ અને સુરક્ષા માટે આતંકવાદ સૌથી મોટો પડકાર છે. આતંકવાદને નાથવા માટે દુનિયાએ હજુ સુધી કોઇ ઠોસ પગલાં ભર્યા નથી. તેમણે જણાવ્યું કે આતંકવાદના કારણે આપણા નાગરિકો મરી રહ્યા છે અને વિકાસ હાંસલ કરવાની ક્ષમતા ઘટી રહી છે..તેમણે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં સુધારાના મુદ્દાને ભારપૂર્વક ઉઠાવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે સમગ્ર દુનિયામાં પર્યાવરણ સુરક્ષા માટે ચર્ચા થઇ રહી છે ત્યારે ભારતે ફ્રાંસ સાથે પર્યાવરણ મુદ્દે સૌર સંગઠનની શરૂઆત કરીને આ દિશામાં ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. સુષમા સ્વરાજે આતંકવાદને નાથવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાને વધારે મજબૂત બનાવવા પર ભાર મુક્યો હતો.