નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલી આજથી ભારતની ત્રિદિવસીય યાત્રા પર
Live TV
-
નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલી આજથી ભારતની ત્રિદિવસીય યાત્રા પર
નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલી આજે ભારતની ત્રિદિવસીય યાત્રાએ આવી રહ્યા છે. તેઓ નેપાળમાં બીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર ભારત આવી રહ્યા છે. તેઓ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈંયા નાયડૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ઓલીની યાત્રા બન્ને દેશો વચ્ચે વિસ્તૃત ભાગીદારી અંગે સમીક્ષા અને તેને આગળ ધપાવવા તકનું નિર્માણ કરશે. યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત ઉપરાંત નેપાળી પ્રધાનમંત્રી ઓલી ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂ સાથે ઔપચારિક મુલાકાત કરશે. સાથે જ તેઓ વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે પણ મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ કૃષિ, ઉર્જા, સંપર્ક, વ્યાપાર, રોકાણ અને નિર્માણ કાર્યો જેવા વિવિધ મુદ્દે વિચાર વિમર્શ કરે તેવી શક્યતા છે.