Skip to main content
Settings Settings for Dark

આજે સમાજ સુધારક સાવિત્રીબાઈ ફૂલેની જયંતિ, પ્રધાનમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ

Live TV

X
  • સાવિત્રીબાઈએ સામાજિક એકતા , શિક્ષણ અને મહિલા સશક્તિકરણ માટે પોતાનુ જીવન સમર્પિત કર્યુ - પ્રધાનમંત્રી

    ભારતની પ્રથમ મહિલા શિક્ષક, સમાજ સુધારક અને મરાઠી કવયિત્રી સાવિત્રીબાઈ ફૂલેની આજે જન્મજયંતિ છે..ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે..પ્રધાનમંત્રીએ લખ્યુ છે કે સાવિત્રીબાઈએ સામાજિક એકતા , શિક્ષણ અને મહિલા સશક્તિકરણ માટે પોતાનુ જીવન સમર્પિત કર્યુ છે..સામાજિક ચેતના માચે તેમનો સંઘર્ષ દેશવાસીઓને સદા પ્રેરિત કરતો રહેશે...3 જાન્યુઆરીના રોજ જન્મેલા સાવિત્રીબાઈએ તેમના પતિ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે સાથે મળીને મહિલા અધિકાર અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી હતી.1852 માં તેમણે કન્યાઓના શિક્ષણ માટે એક શાળાની સ્થાપના કરી.સવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3 જાન્યુઆરી 1831 ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ખાંડોજી નેવસે અને માતાનું નામ લક્ષ્મી હતું. સવિત્રીબાઈ ફૂલેના લગ્ન 1840 માં જ્યોતિબા ફૂલે સાથે થયા હતા.

    સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફૂલે (3 જાન્યુઆરી 1831 - 10 માર્ચ 1897) ભારતની પ્રથમ મહિલા શિક્ષક, સમાજ સુધારક અને મરાઠી કવિઓ હતી . તેમણે તેમના પતિ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે સાથે મળીને મહિલા અધિકાર અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી હતી. તે પ્રથમ મહિલા શિક્ષિકા હતી. તે આધુનિક મરાઠી કવિતાનો અગ્રદૂત માનવામાં આવે છે. 1852 માં તેમણે છોકરીઓ માટે એક શાળાની સ્થાપના કરી.સવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3 જાન્યુઆરી 1831 ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ખાંડોજી નેવસે અને માતાનું નામ લક્ષ્મી હતું. સવિત્રીબાઈ ફૂલેના લગ્ન 1840 માં જ્યોતિબા ફૂલે સાથે થયા હતા.સાવિત્રીબાઈએ વિધવા વિવાહ કરાવવાનું, અસ્પૃશ્યતાને નાબૂદ કરવા, મહિલાઓને મુક્તિ અપાવવા અને દલિત મહિલાઓને શિક્ષિત કરવાના લક્ષ્ય તરીકે પોતાનું જીવન ખપાવી દીધુ..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply