આજે સુરતના મહેમાન બન્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
Live TV
-
ડોનેટ લાઇફ દ્વારા સરસાણા પ્લેટીનિયમ હોલ ખાતે આયોજીત ઓર્ગેન ડોનેટ કરનારના પરિવાર તથા ડોક્ટર્સના સન્માન સમારોહ,વીર નર્મદ યુનિવર્સીટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં અને એસ. આર. કે નોલેજ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સંતોકબા એવોર્ડ સમારોહમાં આપી હાજરી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત સુરત આવી પહોંચ્યા છે. ડોનેટ લાઇફ દ્વારા સરસાણા પ્લેટીનિયમ હોલ ખાતે આયોજીત ઓર્ગેન ડોનેટ કરનારના પરિવાર તથા ડોક્ટર્સના સન્માન સમારોહમાં તેમણે હાજરી આપી હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી. કોહલીએ પણ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં ડોનેટ લાઈફની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી રૂપાણીએ ડોનેટ લાઇફ સંસ્થાના પ્રમુખ નિલેશ મંડલેવાળાને આ શ્રેષ્ઠ કાર્ય માટે બિરદાવ્યા હતા.તેમનાં આ કાર્યમાં મુ્ખ્યમંત્રી રાહત નિધિમાંથી ઓર્ગન પ્રત્યાર્પણ માટે સહાય આપવાની વાત કરી હતી. આ અવસરે ઉપસ્થિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઓર્ગન ડોનેટ કરનાર પરિવારના સંવેદનશીલ માનવીય વલણને બિરદાવતા જણાવ્યુ હતું કે અંગદાનથી એક વ્યકિતને નહીં પણ આખા પરિવારને જીવન દાન મળે છે ત્યારબાદ રાષ્ટ્રપતિ વીર નર્મદ યુનિવર્સીટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને સાત વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા. ઉપરાંત એસ. આર. કે નોલેજ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સંતોકબા એવોર્ડ સમારોહમાં હાજર રહી શ્રેષ્ઠ કાર્ય બદલ સંતોકબા એવોર્ડ એનાયત કર્યા હતા. સરથાણા ખાતે અંગદાતા સન્માન સમારોહમાં ભાગ લેતા અંગદાન કરવા પર ભાર મૂક્યો હતો. તો સંતોકબા સન્માન સમારંભમાં માનવીય અભિગમને બિરદાવ્યો હતો. સુરતની પ્રથમ વખત મુલાકાતે આવેલા રામનાથ કોવિંદનું ગણપતિની મૂર્તિ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
