સામાન્ય કરતાં ત્રણ દિવસ પહેલાં જ ચોમાસુ બેસ્યું
Live TV
-
આવનારા દિવસોમાં દેશના બાકીના વિસ્તારોમાં પણ નૈઋત્યનું ચોમાસુ બેસશે
કેરળમાં સામાન્ય કરતાં ત્રણ દિવસ પહેલાં જ ચોમાસુ બેસી ચૂક્યું છે. હવે આવનારા દિવસોમાં દેશના બાકીના વિસ્તારોમાં પણ નૈઋત્યનું ચોમાસુ બેસશે. તે અરસામાં ગઈકાલે ધૂળભરી આંધી તોફાન અને વીજળીના કડાકાએ ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં 45 લોકોનો ભોગ લીધો હતો. બિહારમાં ગઈરાત્રે વાવાઝોડામાં સર્જાયેલી દુર્ઘટનામાં 18 લોકોના મૃત્યુ થયા હતા. ઠેરઠેર વૃક્ષો અને વીજથાંભલા તૂટી પડ્યા હતા. ઉત્તરપ્રદેશમાં વીજળી ત્રાટકતાં 15 મૃત્યુ થયા હતા અને એક ડઝન લોકોને ઈજા પહોંચી હતી. ઝારખંડમાં પણ વીજળી ત્રાટકતાં 12 ના મૃત્યુ થયા હતા અને 28 ને ઈજા પહોંચી હતી.
