આજે સીબીએસઈ ધોરણ-10 ના પરિણામ થયા જાહેર
Live TV
-
આ વર્ષે 86.7 ટકા વિદ્યાર્થી ઉત્તીર્મ થયા છે.માનવ સંસાધનમંત્રી પ્રકાશ જાવડેકરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શુભેચ્છા આપી છે
કેન્દ્રીય માધ્મિક બોર્ડ અર્થાત્ સીબીએસઈ ધોરણ-10 ના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. આ વર્ષે 86.7 ટકા વિદ્યાર્થી ઉત્તીર્મ થયા છે. ચાર વિદ્યાર્થીએ તો 500 માંથી 499 ગુણ મેળવીને બધાને અચરજમાં મૂકી દીધા હતા. પરિક્ષામાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓએ સારો દેખાવ કર્યો છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીનીઓની ટકાવારી 88.67 ટકા તો વિદ્યાર્થીઓની સંખ્યા 86.32 ટકા રહી છે. ચાર ટોપર ઉમેદવારોમાં ગુરગ્રામના પ્રખર મિત્તલ, બિજનૌરની રિમઝીમ અગ્રવાલ, શામલીની નંદીની ગર્ગ અને કોચિનની શ્રીલક્ષ્મીનો સમાવેશ થાય છે. માનવ સંસાધનમંત્રી પ્રકાશ જાવડેકરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શુભેચ્છા આપી હતી. ગુજરાતમાં પણ સીબીએસઈ ધોરણ-10 માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી- વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. તેમણે એકબીજાને મોઢું મીઠું કરીને ખુશી વ્યક્ત કરી હતી.
