મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે જાગૃત કરવા ભાજપ કરશે સંપર્ક ફોર સમર્થન અભિયાન
Live TV
-
ભાજપ દેશભરના એક લાખથી વધુ બૌદ્ધિકોનો સંપર્ક કરીને મોદી સરકારની લોકઉપયોગી યોજનાઓ અને પક્ષના કાર્યક્રમો વિશે જાણકારી આપવાની યોજના ધરાવે છે
મોદી સરકારે મેળવેલી ઉપલબ્ધિઓ વિશે જનતામાં જાગૃતિનો વિસ્તાર કરવા માટે ભાજપે દેશભરમાં સંપર્ક ફોર સમર્થન અભિયાનનો આરંભ કર્યો છે. આ અભિયાન અંતર્ગત ભાજપ અધ્યક્ષ અમિત શાહ દિલ્હીમાં સૈન્યના પૂર્વ વડા જનરલ દલવીરસિંહ અને બંધારણના તજજ્ઞ સુભાષ કશ્યપના ઘેર જઈને મળ્યા હતા. ભાજપ દેશભરના એક લાખથી વધુ બૌદ્ધિકોનો સંપર્ક કરીને મોદી સરકારની લોકઉપયોગી યોજનાઓ અને પક્ષના કાર્યક્રમો વિશે જાણકારી આપવાની યોજના ધરાવે છે. અમિત શાહ આ અભિયાન અંતર્ગત દેશના 50 અગ્રણીઓની મુલાકાત લેશે.ભાજપના ચાર હજાર જેટલા કાર્યકરો પણ 50-50 બૌધ્ધિક અગ્રણીઓની મુલાકાત લઈને સરકારની ઉપલબ્ધિઓ વિશે તેમને વાકેફ કરશે.
