આજે સેના દિવસ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શહીદ સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
દિલ્હી કેન્ટમાં શહીદોની બહાદૂરીને સલામી આપવા માટે વિશેષ પરેડનું આયોજન પણ કરાયું
આજે સેના દિવસ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સૈનિકોની બહાદુરીને યાદ કરીને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે,. એરચીફ માર્શલ આર.કે.એસ. ભદોરિયા, અને નૌ સેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ સવારે રાષ્ટ્રિય શહીદ યુદ્ધ સ્મારક પર પહોંચ્યાં હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ ઉપસ્થિત રહ્યાં હતા અને તેમણે પણ શહીદ સ્મારક પર શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતા. સેના દિનના અવસરે દિલ્હી કેન્ટમાં શહીદોની બહાદૂરીને સલામી આપવા માટે વિશેષ પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
