આજે હાઉડી મોદી કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી અને US રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પનું સંબોધન
Live TV
-
અમેરિકા ભારતના રાષ્ટ્રીય વિકાસમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર - PM નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદી આજે અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં 50,000 ભારતીય અમેરિકનોને સંબોધન કરશે. આ વખતે તેમના કાર્યક્રમમાં યુએસ પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે.એક તરફ, જ્યારે ટેક્સાસમાં આ કાર્યક્રમથી ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત થવાની અપેક્ષા છે, તો બીજી તરફ રાજકીય દ્રષ્ટિએ પણ આ કાર્યક્રમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના સંબોધન પછી, હાઉડી મોદી કાર્યક્રમ હિન્દી, અંગ્રેજી અને સ્પેનિશ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે.આ કાર્યક્રમ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી શરૂ થશે.હ્યુસ્ટનમાં આ પહેલા આવું કોઈ મોટું આયોજન થયું નથી. એટલું જ નહીં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ હિસ્સો લેવાના હોઈ તેવી પણ પ્રથમ ઘટના છે.અહીં કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. અહીં એક ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે. જ્યાંથી પીએમ સંબોધન કરશે. નરેન્દ્ર મોદીના ભાષણ પહેલાં અહીં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહીં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ઘણાં અમેરિકન સાંસદ પણ હાજર રહેવાના છે.
ભારતીય દાંડિયાની પણ તૈયારીઓ
હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતીય કલાકારો ભારતીય કલાત્મક સંગીત, લોકવાયકા અને નૃત્ય સહિત અન્ય રજૂઆતો રજૂ કરશે. હ્યુસ્ટનના 1,000 થી વધુ ગુજરાતીઓ વડા પ્રધાનને આવકારવા પરંપરાગત નૃત્ય 'દાંડિયા' ની તૈયારી કરી રહ્યા છે. સમારંભમાં વેવન (નીટ) ની થીમ સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે ભારતીય સમુદાય કેવી રીતે અમેરિકાનો ભાગ બની ગયો છે.ટ્રમ્પની હાજરી અંગે વડા પ્રધાને શું કહ્યું?
વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના હ્યુસ્ટન કાર્યક્રમમાં હાજર રહેવાના નિર્ણયને ભારતીય ડાયસ્પોરા માટે સન્માન અને ખુશીની વાત ગણાવી હતી. મોદીએ કહ્યું, "ભારતીય સમુદાયના કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ પહેલીવાર મારી સાથે જોડાશે અને તેમની મુલાકાત એક નવો સીમાચિહ્નરૂપ હશે."મોદીએ કહ્યું, "અમે બંને દેશો અને લોકોના વધુ લાભ માટે અમારા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરીશું." અમેરિકા આપણા રાષ્ટ્રીય વિકાસમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને ભારતના આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તે મહત્વનો ભાગ છે. 'શનિવારે પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના ટેક્સાસ રાજ્યના સૌથી મોટા શહેર હ્યુસ્ટનના જ્યોર્જ બુશ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યા છે. વિમાનથી ઉતરતાં વેપાર અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિયામક ક્રિસ્ટોફર ઓલ્સને પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
