Skip to main content
Settings Settings for Dark

આજે BSF નો રાઇઝિંગ ડે, પ્રધાનમંત્રીએ BSF જવાનોને પાઠવી શુભેચ્છા 

Live TV

X
  • સીમા સુરક્ષા દળ(BSF) આજે 57મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ગઈકાલની પૂર્વ સંધ્યાએ, સીમા સુરક્ષા દળના મહાનિર્દેશક પંકજ કુમાર સિંહે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ સાથેની સરહદે કડક તકેદારીના કારણે પશુઓની તસ્કરીમાં મોટો ઘટાડો થયો છે. સિંહે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, મોટાભાગના સરહદી વિસ્તારોમાં કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. દુર્ગમ વિસ્તારને કારણે દસથી બાર ટકા જેટલા વિસ્તારમાં ફેન્સીંગ થઈ શકી નથી. તેમણે કહ્યું કે, પંજાબ અને જમ્મુ બોર્ડર પર આવતા ડ્રોન વિમાન ચિંતાનું કારણ છે. આ વર્ષે આવા 67 વિમાન જોવા મળ્યા છે.  

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ BSFના સ્થાપના દિવસ નિમિત્તે BSF જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમના સ્થાપના દિવસ પર BSF પરિવારને શુભેચ્છાઓ. BSF તેની હિંમત અને વ્યવસાયિકતા માટે વ્યાપકપણે સન્માનિત છે. આ દળ ભારતને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને કટોકટી અને આફતોના સમયે ઘણા માનવતાવાદી પ્રયાસોમાં પણ મોખરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2024 Max Temp : °C Min Temp : °C
apply