આજે CISFનો સ્થાપના દિવસ, PM ગાઝિયાબાદ સમારોહમાં આપશે હાજરી
Live TV
-
પ્રધાનમંત્રી સુરક્ષા દળોની પરેડનું નિરિક્ષણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મદી આજે ગાઝિયાબાદમાં CISF ના 50મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજીત સમારંભમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા દળોની પરેડનું નિરિક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગ્રેટર નોઈડાની મુલાકાતે હતાં. જ્યાં તેમણે અનેક વિકાસ યોજનાઓ જાહેર જનતા માટે ખુલ્લી મુકી હતી. ગ્રેટર નોઈડા ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનું ઉદઘાટન પ્રધાનમંત્રીએ કર્યું હતું. આ સાથે કેમ્પસમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની મૂર્તિનું અનાવરણ કર્યું. ગ્રેટર નોઈડાના રહેવાસીઓને પ્રધાનમંત્રી મેટ્રોની ભેટ આપી હતી. જે સેક્ટર - 62ના ઈલેક્ટ્રોનિકા સિટીથી નોઈડા સીટી સેન્ટર વચ્ચે દોડશે. મેટ્રોનો 6.6 કિલોમીટર લાંબો આ રૂટ દિલ્હી મેટ્રોની બ્લૂ લાઈનનો વિસ્તાર છે. પ્રધાનમંત્રીએ બે પાવર પ્લાન્ટની આધારશિલા પણ મૂકી હતી. જેનાથી ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોને ફાયદો થશે. ત્યારબાદ પ્રધાનમંત્રીએ જાહેરસભાને બાલકોટ કાર્યવાહી વિશે સવાલ ઉઠાવનારા પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, આવા લોકો ભારત નહીં પણ પાકિસ્તાનની સેવા કરી રહ્યા છે
