આજે JEE એડવાન્સ પરીક્ષા-2020નું પરિણામ થશે જાહેર, 1,60,831 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
Live TV
-
ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન રૂડકી આજે જેઇઇ એડ્વાન્સ પરીક્ષા-2020નું પરિણામ જાહેર કરશે. આ વર્ષે કુલ 1 લાખ 60 હજાર 831 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેઇઇ એડ્વાન્સની પરીક્ષાનું પરિણામ આજે સવારે 10 વાગે તેની સત્તાવાર વેબસાઈટ જેઇઇએડી.એસી.ઈન ઉપર જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.
જેઇઇ એડ્વાન્સ પરીક્ષા-2020નું આયોજન સંયુક્ત નામાંકન બોર્ડ 2020 ના દિશા સૂચન મુજબ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેઇઇ એડ્વાન્સ પરીક્ષાનું આયોજન પ્રતિષ્ઠિત ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાનોમાં ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે સંયુક્ત પરીક્ષાનું બીજું ચરણ હોય છે. આ પરીક્ષાનું આયોજન સાત ઝોનલ આઇઆઇટી દ્વારા સંયુક્ત નામાંકન બોર્ડના દિશા નિર્દેશ મુજબ એક પછી એક યોજાય છે.