Skip to main content
Settings Settings for Dark

આજે PM મોદી કરશે 'મન કી બાત': 134માં એપિસોડમાં પોતાના વિચારો રજૂ કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 134માં એપિસોડ દ્વારા દેશને સંબોધન કરશે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી), ડીડી ન્યૂઝ અને સરકારના સત્તાવાર ડિજિટલ માધ્યમો પર પ્રસારિત કરવામાં આવશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 134માં એપિસોડ દ્વારા દેશને સંબોધન કરશે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી), ડીડી ન્યૂઝ અને સરકારના સત્તાવાર ડિજિટલ માધ્યમો પર પ્રસારિત કરવામાં આવશે.

    અગાઉના એપિસોડની મુખ્ય વાતો
    27 એપ્રિલે પ્રસારિત થયેલા કાર્યક્રમના પાછલા એપિસોડમાં વડાપ્રધાને ઈતિહાસ અને ટેકનોલોજીના સંગમ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયાના 'અભિલેખ પટલ પોર્ટલ'ની પ્રશંસા કરી હતી, જેના દ્વારા 20 કરોડથી વધુ દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

    ઐતિહાસિક વારસો: વડાપ્રધાને 7મી સદીની ગિલગિટ હસ્તપ્રતો અને 8મી સદીના 'શ્રી ભુવલય' ગ્રંથનો ખાસ ઉલ્લેખ કર્યો હતો, જે હવે ટેકનોલોજીની મદદથી લોકો જોઈ શકે છે.

    યુવા સિદ્ધિ: તેમણે કેરળના તિરુવનંતપુરમની ધોરણ ૧૨ની વિદ્યાર્થીની સંજના ફિલો ચાકોની સિદ્ધિને બિરદાવી હતી, જેણે ફ્રાન્સના બોર્ડેક્સમાં આયોજિત 'યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ 2026'માં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે.

    સાંસ્કૃતિક ગૌરવ: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરની પરંપરાગત વાનગી 'કલારી ચીઝ'નો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ વાનગી બ્રાઝિલમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજયી બની છે, જે ભારત માટે ગૌરવની વાત છે.

    આજના134માં એપિસોડમાં વડાપ્રધાન કયા નવા વિષયો પર દેશનું ધ્યાન દોરે છે, તે જોવું રસપ્રદ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
apply