આતંકવાદને કોઈ પણ પ્રકારનું સમર્થન ન હોઈ શકે: ડૉ.એસ.જયશંકર, વિદેશ મંત્રી
Live TV
-
આજે ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠક મળી. જેમાં વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આતંકવાદને લઈને કહ્યું કે, આતંકવાદને કોઈ પણ પ્રકારનું સમર્થન ન હોઈ શકે અને સરહદ પારના આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદને કોઈપણ કિંમતે રોકવો જોઈએ. આતંકવાદની સમસ્યા હજુ પણ યથાવત છે અને તેનો ખાત્મોએ સંગઠનના મૂળભૂત ઉદ્દેશ્યોમાંથી એક છે. આતંકવાદ વિરોધી પગલાંને પ્રાથમિકતા આપવીએ સમયની જરૂરિયાત છે અને આ સમસ્યાને અવગણવાથી આપણા સુરક્ષા હિતોને પ્રતિકૂળ અસર થશે. તેમણે આતંક માટે ભંડોળ પૂરું પાડવાના માધ્યમોને તાત્કાલિક રોકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
