Skip to main content
Settings Settings for Dark

ઓપરેશન કાવેરી હેઠળ અત્યાર સુધીમાં 3800 ભારતીયોને સુદાનથી પરત લવાયા

Live TV

X
  • સુદાનમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન કાવેરી શરુ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં 3800 ભારતીયોને સુદાનથી પરત લાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ભારત સરકાર ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા અને તેમને સુરક્ષિત ઘરે લાવવા માટે અવિરતપણે કામ કરી રહી છે. 

    ટ્વિટ કરીને વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે જણાવ્યું હતું કે, ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા 47 ભારતીયોને લઈને એરફોર્સનું એક વિમાન આજે જેદ્દાહથી દિલ્હી પહોંચ્યું છે. ભારતીય વાયુસેનાની 17 ફ્લાઇટ્સ અને 5 ભારતીય નૌકાદળના જહાજો દ્વારા લોકોને પોર્ટ સુદાનથી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને સુદાનની સરહદે આવેલા દેશોમાંથી 86 નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે ઈજિપ્ત, ચાડ, ફ્રાન્સ, દક્ષિણ સુદાન, યુએઈ, યુકે, યુએસએ અને યુએનના સમર્થનની પણ પ્રશંસા કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply