Skip to main content
Settings Settings for Dark

આત્મનિર્ભર ભારત યોજના: નાણામંત્રીએ 20 લાખ કરોડના પ્રોત્સાહન પેકેજની વિગતો આપી

Live TV

X
  • આત્મનિર્ભર ભારત યોજના હેઠળ અંતર્ગત સરકારે બુધવારે પહેલા પ્રોત્સાહન પેકેજની ઘોષણા કરી...પ્રધાનમંત્રીએ જાહેર કરેલા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની વિસ્તારથી માહિતી આપતા કહ્યું કે આ પેકેજથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, શ્રમિકો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગો સહિત સમાજના વિભિન્ન વર્ગોનો ફાયદો થશે..

    કેન્દ્રીય નાણા મંત્રીએ 6 લાખ 40 હજાર કરોડ રૂપિયાના 15 વિશેષ નાણાકીય પેકેજની ઘોષણા કરી, જે MSME, વીજ વિતરણ કંપનીઓ, રિઅલ એસ્ટેટ, મધ્યમ વર્ગ, કરદાતાઓ અને અન્ય લોકોના લાભ માટે છે.

    આ ઐતિહાસિક નિર્ણયમાં MSMEની મર્યાદા વધારી દીધી છે અને નાના તથા સૂક્ષ્મ ઉદ્યોગોને પણ MSMEમાં સામેલ કરવામાં આવ્યા છે...MSMEની પરિભાષામાં ફેરફાર સાથે આ ક્ષેત્રની ઉત્પાદકતા અને પ્રતિસ્પર્ધા ક્ષમતામાં વધારો થશે...MSME ક્ષેત્રને જોરદાર પ્રોત્સાહન આપવાના પ્રયાસો હેઠળ ત્રણ લાખ કરોડ રૂપિયાની લોન વગર કોઇ જામીન અને વ્યાજ કે મૂળ રકમને પરત આપવાની એક વર્ષની જાહેરાત કરી છે..આ લોનથી 45 લાખ નાની અને મધ્યમ કંપનીઓને ફાયદો થશે..

    20 હજાર કરોડ રૂપિયના એક અન્ય પેકેજથી આર્થિક સંકટનો સામનો કરી રહેલી બે લાખ કંપનીઓને લાભ મળશે..નાણા મંત્રીએ જણાવ્યું કે ઇક્વિટીના માધ્યમથી MSMEમાં 50  હજાર કરોડ રૂપિયા લગાવવામાં આવશે..ઘરેલૂ કંપનીઓ માટે નવા અવસરોની ઘોષણા કરતા કહ્યું કે નાણા મંત્રી કહ્યું કે, સરકારી ખરીદ હેઠળ 200 કરોડ રૂપિયાની ખરીદ વૈશ્વિક ટેન્ડર સિસ્ટમ મારફતે નહીં કરવામાં આવી..

    MSMEને ઇ-માર્કેટ સાથે જોડવાની પણ ઘોષણા કરવામાં આવી છે, જેનાથી નાના અને મધ્યમ ઉદ્યોગોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે મદદ મળે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply