30 જૂન 2020 સુધી તમામ ટિકિટ રદ, માત્ર શ્રમિક અને સ્પેશિયલ ટ્રેન દોડશે
Live TV
-
ભારતીય રેલવેએ 30 જૂન 2020 કે એ પહેલા યાત્રા કરવા માટે બુક કરવામાં આવેલી તમામ ટિકિટોને રદ કરી દીધી છે...મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર તમામ ટ્રેનોની ટિકિટ રદ કરી દેવામાં આવી છે..30 જૂન 2020 સુધી બુક કરવામાં આવેલી તમામ ટિકિટોનું મુસાફરોને રિફંડ કરવામાં આવશે...રેલવે એ માત્ર સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન જ દોડાવવાનો નિર્ણય કર્યો છે...તમામ સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન પોતાના સમયાનુસાર જ દોડશે..
