Skip to main content
Settings Settings for Dark

આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાએ લક્ષ્યો કરતાં વધુ સફળતા હાંસલ કરી

Live TV

X
  • કેન્દ્ર સરકારની નવી રોજગાર પ્રોત્સાહન યોજના આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાએ તેના પ્રારંભિક રોજગાર સર્જનના લક્ષ્યો કરતાં વધુ સફળતા હાંસલ કરી છે

    કેન્દ્ર સરકારની નવી રોજગાર પ્રોત્સાહન યોજના આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાએ તેના પ્રારંભિક રોજગાર સર્જનના લક્ષ્યો કરતાં વધુ સફળતા હાંસલ કરી છે. કોવિડ રોગચાળા બાદ રોજગાર સર્જનમાં વધારો તેની સફળતા દર્શાવે છે. આ યોજના પહેલી ઓક્ટોબર 2020થી અમલમાં આવી છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં નોંધાયેલા કર્મચારીઓને નાણાકીય સહાય પૂરી પાડીને રોજગારીની નવી તકો ઊભી કરવા માટે ઘડવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય રોગચાળાને કારણે રોજગારથી વંચિત લોકો સહિત બેરોજગાર લોકોને રોજગાર  પ્રોત્સાહન આપવાનો હતો.

    આ યોજનામાં 1000 કર્મચારીઓ સુધીની સંસ્થાઓ અથવા કંપનીઓ માટે કર્મચારી અને ઉત્પાદકો બંનેના યોગદાનનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પગારના 24% હતો. 1000થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ માટે નવી રોજગારીના સંદર્ભમાં, માત્ર  કર્મચારીના EPF યોગદાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે પગારના 12% હતો.

     આ  યોજના 31 માર્ચ 2022 સુધી અમલમાં રહી. દેશભરના લગભગ 71 લાખ 80 હજાર  કર્મચારીઓને આનો લાભ મળ્યો. 31 જુલાઈ, 2023 સુધીમાં, આ યોજનાએ પહેલેથી જ 75 લાખ 80 હજાર નવી નોકરીઓનું લક્ષ્ય હાંસલ કર્યું છે, જે પ્રારંભિક રોજગાર સર્જનના લક્ષ્ય  કરતાં વધુ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply