Skip to main content
Settings Settings for Dark

ભારતની અંતરિક્ષ અર્થવ્યવસ્થા 100 અબજ ડોલર સુધી પહોંચવાની ક્ષમતા - ડૉ. જિતેન્દ્ર સિંહ

Live TV

X
  • હાલમાં દેશની અંતરિક્ષ અર્થવ્યવસ્થા લગભગ 8 અબજ ડોલરની છે.

    ભારતની અંતરિક્ષ અર્થવ્યવસ્થા 2040 સુધીમાં 100 અબજ ડોલર સુધી પહોંચવાની ક્ષમતા છે. હાલમાં દેશની અંતરિક્ષ અર્થવ્યવસ્થા લગભગ 8 અબજ ડોલરની છે.

    અંતરિક્ષ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ગઇકાલે નવી દિલ્હીમાં એક ખાનગી સમાચાર ચેનલ સાથેની મુલાકાતમાં આ માહિતી આપી હતી કે ભારતની અંતરિક્ષ અર્થવ્યવસ્થા 2040 સુધીમાં 100 અબજ ડોલર સુધી પહોંચી શકે તેમ છે. હાલમાં દેશની અંતરિક્ષ અર્થવ્યવસ્થા લગભગ 8 અબજ ડોલરની છે. ડૉ.સિંહે કહ્યું કે ઈસરોએ 380 થી વધુ વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે અને 25 કરોડ યુરોથી વધુની કમાણી કરી છે. તેમણે કહ્યું કે અમેરિકન ઉપગ્રહોના પ્રક્ષેપણથી 17 કરોડ ડોલરથી વધુની કમાણી થઈ છે. ડૉ. સિંહે કહ્યું કે ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ આ વર્ષે ઓક્ટોબરના પહેલા કે બીજા સપ્તાહમાં થશે. આ પહેલા શનિવારે સૂર્ય માટેના પ્રથમ મિશન આદિત્ય એલ-1નું પ્રક્ષેપણ કરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply