Skip to main content
Settings Settings for Dark

17A ફ્રિગેટ મહેન્દ્રગિરિનો શુભારંભ 01 સપ્ટેમ્બરએ એમડીએલ મુંબઈ ખાતે થશે.

Live TV

X
  • છેલ્લો પ્રોજેક્ટ 17A ફ્રિગેટ મહેન્દ્રગિરિનો શુભારંભ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનાં પત્ની ડૉ. સુદેશ ધનખડ 01 સપ્ટેમ્બર, 2023નાં રોજ મેસર્સ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ(એમડીએલ) મુંબઈ ખાતે કરશે.

    છેલ્લો પ્રોજેક્ટ 17A ફ્રિગેટ મહેન્દ્રગિરિનો શુભારંભ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનાં પત્ની ડૉ. સુદેશ ધનખડ 01 સપ્ટેમ્બર, 2023નાં રોજ મેસર્સ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ(એમડીએલ) મુંબઈ ખાતે કરશે.

    મહેન્દ્રગિરિ, ઓરિસ્સા રાજ્યમાં સ્થિત પૂર્વી ઘાટમાં એક પર્વત શિખરના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, જે પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું સાતમું જહાજ છે. આ યુદ્ધ જહાજો પ્રોજેક્ટ 17 ક્લાસ ફ્રિગેટ્સ (શિવાલિક ક્લાસ)નું ફોલો-ઓન છે, જેમાં સ્ટીલ્થની સુધારેલી લાક્ષણિકતાઓ, અદ્યતન શસ્ત્રો અને સેન્સર્સ અને પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ્સ છે. નવું નામકરણ થયેલ મહેન્દ્રગિરિ તે તકનીકી રીતે અદ્યતન યુદ્ધ જહાજ છે અને તે તેના સમૃદ્ધ નૌકાદળના વારસાને અપનાવવાની ભારતની પ્રતિબદ્ધતાના પ્રતીક તરીકે ઉભું છે. જ્યારે તે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના ભવિષ્યને આગળ આગળ વધારે છે. 

    પ્રોજેક્ટ 17A પ્રોગ્રામ હેઠળ મેસર્સ એમડીએલ દ્વારા કુલ ચાર જહાજો અને મેસર્સ જીઆરએસઈ દ્વારા ત્રણ જહાજોનું નિર્માણ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનાં પ્રથમ છ જહાજોને એમડીએલ અને જીઆરએસઈ દ્વારા વર્ષ 2019થી 2023 વચ્ચે અત્યાર સુધીમાં લોંચ કરવામાં આવ્યાં છે.

    પ્રોજેક્ટ 17A જહાજોને ભારતીય નૌકાદળના વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ઇન-હાઉસ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે તમામ યુદ્ધ જહાજ ડિઝાઇન પ્રવૃત્તિઓ માટે અગ્રણી સંસ્થા છે. 'આત્મ નિર્ભરતા' પ્રત્યેની દેશની દ્રઢ પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રોજેક્ટ 17A જહાજોના સાધનો અને પ્રણાલીઓ માટેના 75% ઓર્ડર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) સહિતની સ્વદેશી કંપનીઓને ઓર્ડર આપવામાં આવ્યા છે. મહેન્દ્રગિરિનું લોન્ચિંગ આત્મનિર્ભર નૌકા દળના નિર્માણમાં આપણા રાષ્ટ્રએ કરેલી અવિશ્વસનીય પ્રગતિનો યોગ્ય પુરાવો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply