આજે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી, ભારત અને સંસ્કૃતનો છે વિશેષ નાતો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
આજે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વની સૌથી પ્રાચીન અને દરેક ભાષાની જનની એવી સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ આશરે 3500 વર્ષ પહેલા થઈ હોવાનું મનાય છે. દુનિયાનું સૌથી મોટું શબ્દભંડોળ સંસ્કૃત ભાષામાં છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સંસ્કૃત દિવસની લોકોને શુભકામનાઓ પાઠવી છે. પોતાના ટવીટ સંદેશમાં સંસ્કૃતમાં પોસ્ટ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, વિશ્વ સંસ્કૃત દિવસની શુભકામનાઓ.હું એ બધાને અભિનંદન આપું છું જેમની ભાવનાઓ આ સાથે જોડાયેલી છે. ભારતનો સંસ્કૃત સાથે ખાસ સંબંધ છે. આ મહાન ભાષાનો ઉત્સવ મનાવવા આપ બધાને સંસ્કૃતમાં એક વાક્ય શેર કરવાનો આગ્રહ કરૂં છું.
