રાષ્ટ્રપતિ રાયપુરમાં બ્રહ્માકુમારીઝના 'સકારાત્મક પરિવર્તન કા વર્ષ' વિષય પરના કાર્યક્રમમાં ભાગ લેશે
Live TV
-
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બે દિવસ છત્તીસગઢના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ રાયપુરમાં બ્રહ્માકુમારીઝના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બ્રહ્માકુમારીઝના "સકારાત્મક પરિવર્તન કા વર્ષ "વિષય પર રાજ્ય સ્તરીય શુભારંભમાં ભાગ લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે બિલાસપુરમાં ગુરૂ ઘાસીદાસ વિશ્વવિદ્યાલયના 10માં દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. તેઓ રાયપુરમાં રાજભવનમાં પછાત જનજાતિય સમૂહો સાથે વાતચીત પણ કરશે.
