આત્મનિર્ભર ભારત રોજગાર યોજના અંતર્ગત 2020થી જુલાઈ-2023 સુધી 75.80 લાખ નવી નોકરીઓનું સર્જન
Live TV
-
કેન્દ્ર સરકારની નવી રોજગાર પ્રોત્સાહન યોજના આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાએ તેના પ્રારંભિક રોજગાર સર્જનના લક્ષ્યો કરતાં વધુ સફળતા હાંસલ કરી છે. કોવિડ મહામારી બાદ રોજગાર સર્જનમાં વધારો તેની સફળતા દર્શાવે છે. આ યોજના પહેલી ઓક્ટોબર 2020થી અમલમાં આવી છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં નોંધાયેલા કર્મચારીઓને નાંણાકીય સહાય પૂરી પાડીને રોજગારીની નવી તકો ઊભી કરવા માટે ઘડવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય રોગચાળાને કારણે રોજગારથી વંચિત લોકો સહિત બેરોજગાર લોકોને રોજગાર પ્રોત્સાહન આપવાનો હતો. આ યોજનામાં એક હજાર કર્મચારીઓ સુધીની સંસ્થાઓ અથવા કંપનીઓ માટે કર્મચારી અને ઉત્પાદકો બંનેના યોગદાનનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પગારના 24 ટકા હતો. એક હજારથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ માટે નવી રોજગારીના સંદર્ભમાં, માત્ર કર્મચારીના EPF યોગદાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે પગારના 12 ટકા હતો.આ યોજના 31 માર્ચ 2022 સુધી અમલમાં રહી. દેશભરના લગભગ 71 લાખ 80 હજાર કર્મચારીઓને આનો લાભ મળ્યો. 31 જુલાઈ, 2023 સુધીમાં, આ યોજનાએ પહેલેથી જ 75 લાખ 80 હજાર નવી નોકરીઓનું લક્ષ્ય હાંસલ કર્યું છે, જે પ્રારંભિક રોજગાર સર્જનના લક્ષ્ય કરતાં વધુ છે.
