Skip to main content
Settings Settings for Dark

ભારત વિશ્વની મોટાભાગની કંપનીઓ માટે વિશ્વાસપાત્ર ભાગીદાર બની ગયું છે: IT મંત્રી

Live TV

X
  • ભારત વિશ્વની મોટાભાગની કંપનીઓ માટે વિશ્વાસપાત્ર ભાગીદાર બની ગયું છે. અને દેશમાં લેપટોપ, PC અને સર્વરનું ઉત્પાદન કરવા માટે કંપનીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ નિવેદન આપ્યું છે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે. તેમણે કહ્યું કે સરકારને આઈટી હાર્ડવેરના ઉત્પાદન માટે જોડાયેલી પ્રોત્સાહન યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
    અશ્વિની વૈષ્ણવે ગઇકાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભારતની ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 32 અરજીઓ પ્રાપ્ત થઈ છે. આ યોજના હેઠળ અરજીઓ જમા કરવાનો ગઇકાલે છેલ્લો દિવસ હતો. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે IT હાર્ડવેર માટેની PLI સ્કીમ 2.0 આ વર્ષે મે મહિનામાં સત્તર હજાર કરોડ રૂપિયાની બજેટ  ફાળવણી સાથે મંજૂર કરવામાં આવી હતી. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે લેપટોપ, પીસી અને સર્વરના ઉત્પાદન સાથે સંબંધિત આ ફેક્ટરીઓમાંથી 75 હજાર લોકોને સીધી રોજગારી મળવાની સંભાવના છે. ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન છેલ્લા 8 વર્ષમાં ક્રમિક રીતે 17 ટકા વધ્યું છે અને ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ફોન ઉત્પાદક બની ગયું છે. મોબાઈલ ફોનની નિકાસ 90 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply