Skip to main content
Settings Settings for Dark

આદ્યશક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રિનો આજથી દેશભરમાં પ્રારંભ

Live TV

X
  • આજથી શરૂ થતા નવરાત્રિના પાવન પર્વને લઈને મંદિરોમાં તૈયારીઓ થઈ રહી છે. આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે દેશના દરેક શક્તિપીઠના મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યી રહ્યા છે.

    વારાણસીના પ્રસિદ્ધ દુર્ગાકુંડ મંદિરોમાં પણ લોકો દર્શન માટે ભારે સંખ્યામાં પહોંચી રહ્યા છે. લોકો માસ્ક પહેરીને લાઈનમાં પોતાનો વારો આવવાની રાહ જોઈને ઉભા છે. મંદિર પ્રશાસને પણ કોવિડ-19થી સુરક્ષા માટેના પ્રબંધો કર્યા છે.   

    આજે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવી રહી છે

    નવરાત્રિના પહેલા દિવસે આજે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવી રહી છે. દેશભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓ સંપૂર્ણ ભક્તિ-ભાવની સાથે માતાની આરાધના કરી રહ્યા છે. નવરાત્રિને આદ્યશક્તિની આરાધનાનો સર્વશ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ નવરાત્રિમાં લોકો પોતાના આધ્યાત્મિક અને માનસિક શક્તિના સંચય માટે વ્રત, સંયમ, નિયમ, યજ્ઞ, ભજન, પૂજન,યોગ- સાધના વગેરે કરે છે. 

    કોરોનાથી બચવા માટે દરેક નિયમોનું પાલન

    બધા મંદિરોમાં પૂજા-અર્ચના સમયે શ્રદ્ધાળુઓ કોરોનાથી બચવા માટે દરેક નિયમોનું પાલન કરી રહ્યા છે. માતાજીના દર્શન કરવા માટે માસ્ક લગાવવું, હાથને સેનિટાઈઝ કરવા, સાથે જ સેનિટાઈઝર લઈ જવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે મંદિરોમાં પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply