Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરથી બિહારમાં 12 રેલીઓ સંબોધશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચાર કાર્યક્રમોનું એલાન થયું. શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી બિહાર બીજેપીના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડનવીસે પીએમ મોદીના કાર્યક્રમની જાણકારી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે રાજ્યના સાસારામથી ચૂંટણી રેલીનો પ્રચાર કરશે.

    બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે રાજનૈતિક દળોના જનસંપર્ક અભિયાન પણ વધી રહ્યા છે. સત્તાધારી ભાજપ જડીયુ ગઠબંધનના ચૂંટણી પ્રચારને ત્યારે વધુ મજબૂતી મળી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચાર કાર્યક્રમોનું એલાન થયું. શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી બિહાર બીજેપીના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડનવીસે પીએમ મોદીના કાર્યક્રમની જાણકારી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે રાજ્યના સાસારામથી ચૂંટણી રેલીનો પ્રચાર કરશે. પીએમ મોદી ચાર દિવસ બિહાર જશે અને કુલ 12 રેલિઓને સંબોધિત કરશે.

    1062 ઉમેદવારીપત્રો ભરાયા

    બિહાર વિધાનસભા ચુંટણીના બીજા ચરણમાં ઉમેદવારોએ ભરેલા ફોર્મની આજે ચકાસણી થશે. 94 વિધાનસભા સિટો માટે ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. બિહાર વિધાનસભા ચુંટણીમા 19 ઓક્ટોબર સુધી નામ પરત ખેંચી શકાશે તથા બીજા ચરણનુ મતદાન 3 નવેમ્બરે થશે. મુખ્ય ચુંટણી અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધી 1062 ઉમેદવારીપત્રો ભરાયા છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 રેલીઓ સંબોધશે

    જ્યારે 71 વિધાનસભા સિટો માટે પ્રચાર આગળ વધી રહ્યો છે. બિહાર ભાજપા ચુનાવ પ્રભારી દેવેન્દ્ર ફડણવીશે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરથી બિહારમાં 12 રેલીઓ સંબોધશે. તેઓ સાસારામમાં પ્રથમ, બીજી ગયા તથા ત્રીજી રેલી ભાગલપુરમાં કરશે. તેમની રેલીઓમાં નિતીશકુમારની સાથે એન.ડી.એ.ના તમામ ઉમેદવારો મંચ પર હાજર રહેશે. બિજી તરફ આજે બિહારના પટનામા આજે મહાગઠબંધનના ઉમેદવારો ઘોષણાપત્ર જાહેર કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply