આધાર કાર્ડ ધારકોને રાહત, આ તારીખ સુધી આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકાશે
Live TV
-
UIDAIએ ફ્રીમાં આધાર અપડેટ કરવા માટે ડેડલાઈન આગળ વધારી છે.
આધાર કાર્ડ ધારકોને રાહત આપવામાં આવી છે. UIDAIએ ફ્રીમાં આધાર અપડેટ કરવા માટે ડેડલાઈન આગળ વધારી છે. ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર હતી, યૂઝર્સ હવે 14 માર્ચ 2024 સુધી ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરી શકશે. UIDAIએ છેલ્લી તારીખ લંબાવતા ઘણા લોકોને રાહત મળી છે.
UIDAI દ્વારા છેલ્લી તારીખ લંબાવવાથી લોકોને ઘણી રાહત મળી છે. હવે લોકો તેમના આધાર કાર્ડને સરળતાથી અપડેટ કરી શકશે. ઘેર બેઠા આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરી શકાશે. જે માટે તમારે આધાર કાર્ડની વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ પર જઈને 50 રૂપિયા ફી ભરવાની જરૂર નહીં પડે.
ભારતીય નાગરિકો ફ્રીમાં ડેમોગ્રાફિક ડિટેઈલ, એડ્રેસ, જન્મતારીખ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેઈલ અપડેટ કરાવી શકશે. ઘરે બેઠા ઓનલાઈન ફ્રીમાં ડેમોગ્રાફિક ડિટેઈલ અપડેટ કરી શકશો. ફોટોગ્રાફ, iris તથા અન્ય બાયોમેટ્રિક ડિટેઈલ અપડેટ કરાવવા માટ એનરોલમેન્ટ સેન્ટર જવાનું રહેશે.
