Skip to main content
Settings Settings for Dark

સિક્કિમ: ભારે હિમવર્ષાને કારણે ફસાયેલ 800થી વધુ પર્યટકોનું રેસ્ક્યુ

Live TV

X
  • સિક્કિમમાં ભારે બરફવર્ષા અને ખરાબ વાતાવરણમાં પર્યટકો ફસાઈ ગયા હતા.

    સિક્કિમમાં ભારે બરફવર્ષા અને ખરાબ વાતાવરણમાં પર્યટકો ફસાઈ ગયા હતા. સેનાએ 800થી વધુ પર્યટકોને સુરક્ષિત બહાર કાઢી લીધા છે. ભારે હિમવર્ષાને કારણે વૃદ્ધ, મહિલાઓ અને બાળકો સહિત 800 પર્યટકો પૂર્વીય સિક્કિમના ઉંચાઈવાળા ક્ષેત્રમાં ફસાઈ ગયા હતા. ત્રિશક્તિ કોરના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરીને ફસાયેલા પર્યટકોને બચાવી લીધા છે. હજુ પણ બચાવ અભિયાન ચાલી રહ્યું છે. પર્યટકોને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવી છે. પર્યટકોને રહેવા માટે યોગ્ય સ્થાન, ગરમ કપડા, મેડિકલ ફેસિલિટી અને ગરભ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

    સૈનિકોએ પર્યટકોની રહેવાની વ્યવસ્થા માટે પોતાના બેરેક્સ ખાલી કરી દીધા છે. સેનાએ કરેલ સહાય માટે પર્યટકોએ સેનાનો આભાર વ્યક્ત કર્યો છે. ભારતીય સેના હિમાલયના ઉચ્ચ ક્ષેત્રમાં સીમાઓની રક્ષા કરવાની સાથે સાથે પર્યટકો અને સ્થાનિકોની સહાય કરવા માટે હંમેશા તૈયાર રહે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply