આન, બાન અને શાન સાથે 75મા ગણતંત્ર દિવસની કરાઈ રંગારંગ ઉજવણી
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કર્તવ્ય પથ પર તિરંગો લહેરાવ્યો
આજે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મુ અને મુખ્ય અતિથિ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનનું, સ્વાગત કર્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ,, 75મા ગણતંત્ર દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન 21 બંદૂકોની સલામી પણ આપવામાં આવી હતી. 105 હેલિકોપ્ટર યુનિટના ચાર Mi-17 હેલિકોપ્ટરે,, હાજર દર્શકો પર પુષ્પાવર્ષા કરી હતી.. આ પછી રાષ્ટ્રપતિ મુર્મુએ સલામી લઈને,, પરેડની શરૂઆત કરી.
ગણતંત્ર દિવસની પરેડમાં થયા નારી શક્તિના દર્શન
આ વખતે પ્રથમવાર પરેડની શરૂઆત મિલિટરી બેન્ડના બદલે શંખ અને ઢોલના અવાજ સાથે થઈ હતી. અન્ય વિશેષતાઓ વિશે વાત કરીએતો પ્રથમ વખત ત્રણેય સેવાઓની મહિલા ટુકડી પણ કૂચ કરી હતી. વિકસિત ભારત' અને 'ભારત - લોકશાહીની માતા' ની થીમ પર આધારિત આ વર્ષની પરેડમાં લગભગ 13 હજાર વિશેષ અતિથિઓ ભાગ લીધો હતો.પ્રજાસત્તાક દિવસે પરેડના ભાગરૂપે CRPF, BSF અને SSBની મહિલા જવાનોએ મોટરસાઇકલ પર પરાક્રમ કરીને મહિલા શક્તિને પ્રદશિત કર્યું હતું.
જેમાં 260થી વધુ મહિલાઓ ચંદ્રયાન, સર્વત્ર સુરક્ષા, નમસ્કાર અને યોગ સિદ્ધિ સહિતની વિવિધ રચનાઓ દ્વારા તેમની બહાદુરી, શૌર્ય અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું. કર્તવ્ય પથ પર એરફોર્સનો ફ્લાયપાસ્ટ પણ જોવા મળ્યો હતો. જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ સ્વદેશી બનાવટના તેજસ પછી રાફેલે ઉડાન ભરી હતી. ખાસ વાત એ છે કે, પ્રતેમજ, MiG 29, Apache, Prachanda, Dakota, Rafale, IL 38, Sukhoi 30, Tejas, 6 Jaguar Amrit formation, 3 Sukhoi Trishul અને 1 Rafale એ એરો ફોર્મેશનમાં આકાશમાં કરતબ દેખાડયા હતા.
16 રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્ર સરકારના 9 મંત્રાલયની ઝાંખીઓ
કર્તવ્ય પથ પર નીકળેલી પરેડમાં ફ્રાન્સના શસ્ત્ર દળોના સંયુક્ત બેન્ડ અને 90 સભ્યોની ટુકડીએ ભાગ લીધો હતો. પરેડમાં વિવિધ રાજ્યોની ઝાંખીઓમાં સૌપ્રથમ, અરુણાચલ પ્રદેશની ઝાંખી પ્રદર્શિત કરાઈ, ત્યારબાદ હરિયાણા, મણિપુર, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ અને રાજસ્થાનની ઝાંખીઓ લોકોએ નિહાળી હતી.. ઉત્તર પ્રદેશની ઝાંખી ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
આ ઝાંખી ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા પર કેન્દ્રિત હતી. તેમજ મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, લદ્દાખ, તમિલનાડુ, મેઘાલય, ઝારખંડ,, અને તેલંગાણાની ઝાંખીઓએ રાજ્યોની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરી હતી. આ સિવાય ભારતના ચૂંટણી પંચની ઝાંખી પણ પરેડનો ભાગ બની .
સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના ટેબ્લોમાં સેન્ટ્રલ વિસ્ટાની થીમ જોવા મળી હતી..એટલું જ નહીં, ISRO, CSIR, અને વિવિધ મંત્રાલયોની ઝાંખી પણ કર્તવ્ય પથ પરથી નીકળી હતી.. કર્તવ્ય પથ પર પરેડ સમારોહ સમાપ્ત થતાં રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મુ અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. તેમજ પીએમ મોદી પરેડમાં દર્શકોનું અભિવાદન ઝીલીને રવાના થયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્લીના વૉર મેમોરિયલ પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરેડ પહેલાં નેશનલ વૉર મેમેરિયલ પહોંચ્યા હતા. જ્યાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું. આ અવસરે પીએમ મોદીએ વીરગતિ પામેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પીએમ મોદી કર્તવ્ય પથ પર પરેડમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે કર્તવ્ય પથ પર લોકોની ભીડ ઉમટી પડી હતી.
