આયુષ મંત્રાલય દ્વારા નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સોમવારે યોગ મહોત્સવનું આયોજન કરાયું
Live TV
-
આયુષ મંત્રાલય દ્વારા નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સોમવારે યોગ મહોત્સવનું આયોજન કરાયું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નવા સંસ્કારણનો 100 દિવસ પૂર્ણ થવા નિમિત્તે આ આયોજન કરાયું છે. ત્રણ દિવસીય મહોત્સવનો હેતુ યોગ અને યોગથી થતાં લાભ અંગે લોકોમાં જાગૃત્તિ લાવવાનો છે. આ ઉત્સવ અંતર્ગત દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 100 જેટલી યોગ શિબિર યોજાશે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રયાસ ભારતના જી-20 અધ્યક્ષતાના વિષય વસુધૈવ કુટુંબક્મની જેમ એક વિશ્વ એક આરોગ્ય અને એક માળખા તરીકે વિશ્વ સમુદાયને જોડવાનો છે. મંત્રાલયે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ગ્રામ પંચાયત અને ગ્રામ સભાઓની ભાગીદારી દ્વારા યોગને દરેક ગામ સુધી લોકપ્રિય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
