Skip to main content
Settings Settings for Dark

નીતિ આયોગે રાજ્યોમાં મૌસમી ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિની સમીક્ષા કરવા આંતર-મંત્રાલય બેઠક યોજી

Live TV

X
  • દેશ અત્યારે H1N1, H3N2 અને Adeno Virus નો સામનો કરી રહ્યો છે. આજે નીતિ આયોગ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે આ મામલે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સંબંધિત તમામ મંત્રાલયો અને વિભાગો સાથે ચર્ચા કરી હતી. 

    કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બધા રાજ્યોના મુખ્ય સચિવ ઉપ સચિવ અને સ્વાસ્થ્ય સચિવને આ વાયરસથી વધતા પ્રભાવના અનુસંધાને પત્ર લખ્યો છે. તેમણે તેમના પત્રમાં લખ્યું છે કે, ઈન્ફલ્યુએન્ઝા એ એક વાર્ષિક મૌસમિક ઘટના છે. વર્તમાન સમયમાં બદલાતી ઋતુની સ્થિતિ, અને વ્યક્તિગત સંબંધિત કારણ જેવા કે સ્વસ્છતા વગેરે જેવી બાબતોથી, આ વાયરસ ફેલાય છે. વધુમાં ઉમેર્યું હતું કે, ઈન્ફલ્યુએન્ઝાના વધતા કેસો ચિંતાનો વિષય છે. જેનું વિવિધ જગ્યાએ પરિક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વધારે નાના બાળકો, વૃદ્ધો અને પહેલા કોઈ બિમારીથી પિડીત લોકોને વધુ પ્રમાણમાં અસર થતી જોવા મળે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply