કુશળ કારીગરો આત્મનિર્ભર ભારતની સાચી ભાવનાનું પ્રતીક છે; આજના વિશ્વકર્મા આવતીકાલના ઉદ્યોગ સાહસિક બની શકે છે: પ્રધાનમંત્રી મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર સ્કિલ ઈન્ડિયા મિશન અને કૌશલ વિકાસ કેન્દ્રો દ્વારા કરોડો યુવાનોનું કૌશલ્ય વધારવા માટે કામ કરી રહ્યા છે. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૌશલ સન્માન અંગે બજેટ બાદના વેબિનારમાં સંબોધતા જણાવ્યું કે આ યોજના દ્વારા યુવાનોને દેશમાં નોકરીની ઘણી સારી તકો મળી રહે છે. તેમણે કહ્યું કે સારા પરિણામો મેળવવા કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં વધુ લક્ષિત અભિગમની જરૂર છે અને પીએમ વિશ્વકર્મા યોજના એ વિચારસરણીનું પરિણામ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પીએમ વિશ્વકર્મા યોજનાનો ઉદ્દેશ્ય માત્ર પરંપરાને જાળવવાનો નથી પરંતુ, તેમનો વિકાસ કરવાનો પણ છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, PM-વિશ્વકર્મા યોજના કરોડો લોકોને ખૂબ મદદરૂપ થવા જઈ રહી છે અને તે નિશ્ચિત કરવામાં આવશે કે દરેક વિશ્વકર્મા ભાગીદારને સરળતાથી લોન મળે. આઝાદી પછી કારીગરોને સરકાર તરફથી જે હસ્તક્ષેપની જરૂર હતી તે સમર્થન મળી શક્યું નથી. તેમણે ઉમેર્યું હતું કે આના કારણે આજે ઘણા લોકો તેમના પૈતૃક અને પરંપરાગત વ્યવસાય છોડી રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન ભારતના કારીગરો માટે છે અને તેનો ઉદ્દેશ્ય તેમને તેમના માલસામાનની ક્ષમતા, અવકાશ અને પહોંચ વધારવાની મંજૂરી આપવાનો છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીનું ગ્રામ સ્વરાજનું ધ્યેય ગામાં દરેક વર્ગના વિકાસને સમાવે છે અને માત્ર ખેતી જ નહીં, પરંતુ, ગામડાના અર્થતંત્રના અન્ય ક્ષેત્રો અને પાસઓનો સમાવેશ કરે છે.
