Skip to main content
Settings Settings for Dark

આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાયો, 2021માં 3 વર્ષ માટે રવિશંકરને કરાયા હતા નિયુક્ત

Live TV

X
  • આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાયો, 2021માં 3 વર્ષ માટે રવિશંકરને કરાયા હતા નિયુક્ત

    કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરનો કાર્યકાળ એક વર્ષ લંબાવ્યો છે. કેન્દ્ર સરકારે ટી. રવિશંકરને ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે 03 મે, 2024થી એક વર્ષ અથવા તો આગળના આદેશો  આવે ત્યાં સુધી લંબાવ્યો છે. એક વર્ષ અથવા આગળના આદેશો આ બન્નેમાં જે વહેલું હોય ત્યાં સુધી ટી. રવિશંકરને ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે પુનઃનિયુક્ત કર્યા છે. 

    2021માં કરાઈ હતી નિમણૂક  
    કેબિનેટની નિમણૂક સમિતિએ રવિશંકરનો કાર્યકાળ 3 મે, 2024થી એક વર્ષ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકારે ટી. રવિશંકરને મે 2021માં 3 વર્ષ માટે RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ વર્ષ 1990માં RBIમાં જોડાયા હતા અને વર્ષોથી કેન્દ્રીય બેંકમાં વિવિધ હોદ્દા પર રહ્યા છે.

    પહેલાં તે રિઝર્વ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા
    ડેપ્યુટી ગવર્નરના પદ પર પ્રમોટ થતા પહેલાં ટી. રવિશંકર રિઝર્વ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા. આ ઉપરાંત, તેમણે 2005-11થી સરકારી બોન્ડ માર્કેટ અને ડેટ મેનેજમેન્ટ પર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. રવિશંકરે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમફિલની ડિગ્રી મેળવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply