હવે વંદે ભારત ટ્રેનોમાં મળશે 500ml પાણીની બોટલ, પીવાના પાણીનો બગાડ રોકવાનો લેવાયો નિર્ણય
Live TV
-
હવે વંદે ભારત ટ્રેનોમાં મળશે 500ml પાણીની બોટલ, પીવાના પાણીનો બગાડ રોકવાનો લેવાયો નિર્ણય
પીવાના પાણીનો બગાડ અટકાવવા માટે હવે તમામ વંદે ભારત ટ્રેનોમાં દરેક મુસાફરોને એક લીટરના બદલે 500mlની પાણીની બોટલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, જરૂરી હોય તો, મુસાફરોને કોઈ પણ વધારાના ચાર્જ વગર બીજી 500mlની પાણીની બોટલ આપવામાં આવશે.
ઉત્તર રેલવેએ કહ્યું કે કિંમતી પીવાના પાણીને બચાવવા માટે, રેલવેએ તમામ વંદે ભારત ટ્રેનોમાં દરેક મુસાફરોને 500mlની એક રેલ નીર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (PDW) બોટલ આપવાનો નિર્ણય લીધો છે. જો મુસાફર માંગણી કરે તો 500mlની વધુ એક રેલ નીર PDW બોટલ કોઈપણ વધારાના ચાર્જ વગર આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી વંદે ભારત ટ્રેનોમાં મુસાફરોને રેલ નીરની એક લીટરની બોટલ મફત આપવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલાક મુસાફરો અડધી પીધેલી બોટલ કચરાપેટીમાં ફેંકી દે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે હાલમાં જ તમામ ડિવિઝનલ મેનેજર્સને 500ml ની પાણીની બોટલ આપવાનો પરિપત્ર મોકલ્યો હતો. આ સાથે જરૂર પડેતો મુસાફરોને વિનામબલ્યે બીજી 500mlની બોટલ આપવા પરિપત્રમાં સૂચન કરવામાં આવ્યું છે.