PM મોદી UP અને MPમાં કરશે પ્રચાર, અમિત શાહ તેલંગાણા અને ઓડીશામાં સંભાળશે પ્રચારની કમાન
Live TV
-
PM મોદી UP અને MPમાં કરશે પ્રચાર, અમિત શાહ તેલંગાણા અને ઓડીશામાં સંભાળશે પ્રચારની કમાન
લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારં દરેક પક્ષ જોર-શોરથી પ્રચારમાં લાગી ગયા છે. ભાજપ પક્ષા જોર-શોરથી પ્રચાર કરી રહ્યો છે જેમાં ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પ્રચાર અભિયાન સંભાળશે... સવારે તેઓ મધ્યપ્રદેશના મુરાનામાં ભાજપના ઉમેદવાર શિવમંગલ તોમરના સમર્થનમાં જનસભા કરશે. તો ઉત્તરપ્રદેશમાં આગ્રા, બરેલી અને શાહજહાંપુરમાં જનસભાને સંબોધશે...
કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ આજે તેલંગાણા અને ઓડીશામાં ચૂંટણી પ્રચારની કમાન સાંભળશે... તેમની પ્રથમ ચૂંટણી સભા તેલંગાણાના મેડક સંસદીય ક્ષેત્રમાં યોજાશે... મેડક લોકસભા બેઠક એ તેલંગાણાની 17 લોકસભા બેઠકોમાંની એક બેઠક છે... 1957 માં આ બેઠકની રચના થઈ ત્યારથી જ આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે... ત્યાર બાદ અમિત શાહ ઓડીશાના બોલાન્ગીર લોકસભા સંસદીય ક્ષેત્ર હેઠળ પશ્ચિમી ઓડીશાના સોનપુર શહેરમાં પ્રચાર કરશે. ઓડીશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ચાર તબક્કામાં યોજાશે... પશ્ચિમી ઓડીશામાં ભાજપની પક્કડ BJD કરતા વધુ મજબૂત છે... સાથે જ ઓડીશાના મુખ્યમંત્રીએ પણ તેમના લોકસભા બેઠક પરથી પ્રચાર શરુ કર્યો છે...
લોકસભાની ચૂંટણી અંતર્ગત ચોથા તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે... આ તબક્કામાં 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર મતદાન થશે. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની દરેક 25 બેઠકો પર મતદાન થશે... તેલંગાણાની તમામ 17 બેઠક.. ઉત્તરપ્રદેશની 13 બેઠક.. મહરાષ્ટ્રની 11, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 8-8 બેઠક પર મતદાન થશે જ્યારે.. બિહારની 5 બેઠક.. ઝારખંડ અને ઓડીશાની 4-4 બેઠક તથા અને જમ્મુકાશ્મીરમાં એક બેઠક માટે મતદાન થશે... ઉમેદવારી પત્રોની આવતીકાલે ચકાસણી કરવામાં આવશે... ઉલ્લેખનીય છે કે... આ બેઠકો માટે 13 એપ્રિલના રોજ મતદાન થશે.. .
મહત્વનું છે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આજે કન્નોજથી તેમનું ઉમેદવારી પત્ર ભરશે... પહેલાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવના જમાઈ તેજ પ્રતાપ યાદવને સમાજવાદી પાર્ટીએ કન્નોજથી ઉમેદવાર બનાવ્યા હતા... પાર્ટીમાં વિરોધના શૂર ઉઠતા ઉમેદવારને બદલી અખિલેશ યાદવની વરણી કરવામાં આવી છે... કન્નોજમાં ચૂંટણીનો માહોલ ખુબ જ ગરમાઈ રહ્યો છે... ભાજપે તેમના ઉમેદવાર સુગત પાઠક માટે રણનીતિ બનાવવાનું પણ શરુ કરી દીધું છે... આ બેઠક પરથી મુલાયમ પરિવાર પહેલાથી જ જોડાયેલો છે... 1999માં પ્રથમ વખત આ બેઠક પર મુલાયમસિંહ યાદવની જીત થઈ હતી.
આવતીકાલે 13 રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થશે. આવતીકાલે યોજાનારી લોકસભાની ચૂંટણીના કારણે જમ્મુ કાશ્મીરમાં પોલીસે અર્ધસૈનિક દળો સાથે ફલેગમાર્ચ કરી હતી. શહેરના અનેક ક્ષેત્રોમાં આ ફલેગમાર્ચ યોજી હતી...