આરોગ્યવિભાગ દ્વારા કોરોના વેકસીનના મહત્તમ ભાવ નક્કી કરવામાં આવ્યા
Live TV
-
કોરોના વેક્સીન દરેકને સરળતાથી મળી રહે આથી તેની કિંમત નક્કી કરવામાં આવી છે આરોગ્ય વિભાગે રસીકરણ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં રાજ્યોને ક્યાં આધારે રસીના ડોઝ મળશે અને ખાનગી હોલ્પીટલોમાં કઇ રીતે કિંમત નક્કી થશે તે સબંધમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર વેકસીન ઉત્પાદકો પાસેથી 75 ટકા વેકસીન ખરીદીને રાજ્યોને મફત આપશે. ગાઇડલાઇનમાં કહેવાયું છે કે રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને જનસંખ્યા, સંક્રમણની સ્થિતિ, અને રસીકરણની પ્રગતીના આધારે વેકસીન ઉપલબ્ધ કરાવશે. વેકસીન કંપનીઓ 25 ટકા ડોઝ દરમહિને ખાનગી હોસ્પીટલોને વેચી શકશે. કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પીટલો માટે કોરોના વેકસીનના મહત્તમ ભાવ નક્કી કર્યા છે. તે મુજબ કોવિશિલ્ડની કિંમત રૂા. 780, જ્યારે કો-વેકસીનની કિંમત રૂ.1410, જ્યારે સ્પુતિકની કિંમત રૂા. અગિયારસો 10 પ્રતિ ડોઝ નક્કી કરાયા છે. દરમિયાન દેશભરમાં ગઇકાલે સાંજ સુધીમાં 24 કરોડ વેકસીનના ડોઝ આપવામાં આવ્યાં હતાં. ખાનગી હોસ્પીટલો વેકસીનની કિંમત ઉપર ડોઝ દીઠ રૂા. 150 થી વધુ સર્વિસ ચાર્જ લઇ શકશે નહી. અને આ સબંધમાં રાજ્ય સરકારોએ તે ઉપર દેખરેખ રાખવાની રહેશે.
